Hymn No. 2486 | Date: 05-May-1990
|
|
Text Size |
 |
 |
ખોટા વિચારોથી ઊંચું કરેલું માથું, એક દિવસ તો, નમવાનું એ નમવાનું પાપને ઢાંકશો ભલે પુણ્યથી, પાપ નથી એ ઢંકાવાનું, નથી એ ઢંકાવાનું સાચના આંચળ નીચે, આચરણ ખોટું, નથી એ છુપાવાનું, નથી છુપાવાનું પડદો દંભનો જીવનમાં તો, એક દિવસ ચિરાવાનો, એ તો ચિરાવાનો ડંખ લાગ્યો ઝેરનો જ્યાં હૈયે, એ તો પ્રસરવાનો, એ તો પ્રસરવાનો હાથ જેના કાદવથી ખરડાયેલા છે, અન્યને સાફ ના કરી શકવાનો, ના કરી શકવાનો હોય માનવ મૂંઝાયેલો જે જગમાં, મારગ અન્યને ક્યાંથી દેખાડવાનો, ક્યાંથી દેખાડવાનો ઘેરાયેલું છે હૈયું લોભે જ્યાં માનવનું, દાન ક્યાંથી એ દેવાનો, ક્યાંથી દેવાનો તરફડતો હોય જે જળની પ્યાસથી, જળ વિના પ્યાસો રહેવાનો, એ રહેવાનો જાગે ઝંખના સાચી પ્રભુદર્શનની હૈયે, દર્શન વિના ના રહી શકવાનો, ના રહી શકવાનો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|