કર્તા-કારવતા જ્યાં તું છે
ત્યાં કર્તાપણાનું અભિમાન મને કેમ જાગે છે
કંઈક સત્તાધીશોનાં સિંહાસન ડોલતાં દીઠાં
ત્યાં સત્તાતણું અભિમાન મને કેમ જાગે છે
કંઈક લક્ષ્મીવાનોને ભીખ માગતાં દીઠા
ત્યાં લક્ષ્મીતણું અભિમાન મને કેમ જાગે છે
કંઈક રૂપવાનોના રૂપને રૂઠતું દીઠું
ત્યાં રૂપતણું અભિમાન મને કેમ જાગે છે
કંઈક શરીરોને જલતાં દીઠાં
ત્યાં શરીરતણું અભિમાન મને કેમ જાગે છે
કંઈક જ્ઞાનવાનોને જ્ઞાનમાં અટવાતા દીઠા
ત્યાં જ્ઞાનતણું અભિમાન મને કેમ જાગે છે
ભક્તિ કરતાં ભગવાન નવ દીઠા
ત્યાં ભક્તિતણું અભિમાન મને કેમ જાગે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)