1990-05-08
1990-05-08
1990-05-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14983
પ્રભુ જેટલા નિકટ નથી કોઈ તો તારા, રહ્યો છે કરતો તું એની તો અવગણના

સગવડે ગણતો રહ્યો એને તો તું તારા, વળગાડતો રહ્યો ગળે તું માયા ને માયા
મૂંઝવણે જગમાં તો, તું પોકારતો રહ્યો એને, રહ્યો દોડતો તું સદાય માયાએ
પકડ્યા સદા રસ્તા જગમાં તો તેં આવા, છે તું પ્રભુનો, કરતો રહ્યો તો તું દાવા
ભૂલી આ બધું તો તારું, રહ્યા પ્રભુ, ઊભા સાથે તો તારી, સર્વ સંજોગોમાં
પરંપરા ભૂલોની તો તું કરતો રહ્યો, ગુના તારા તો હૈયે એણે ના ધર્યા
તૂટતી ગઈ આશાઓ ભલે તો તારી, તુજમાં ધરાવી રહ્યા છે એ આશા ને આશા
ઉપકાર તેં એના માન્યા કે ના માન્યા, ઉપકાર તોય તુજ પર એ તો કરતા રહ્યા
મળશે ના, મળવાના નથી રે જગમાં, કોઈને તો સાચા સાથી રે આવા
છે ખુદ તો શક્તિશાળી પ્રભુ, રહ્યા તુજ પાછળ તો દોડતા ને દોડતા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
prabhu jēṭalā nikaṭa nathī kōī tō tārā, rahyō chē karatō tuṁ ēnī tō avagaṇanā
sagavaḍē gaṇatō rahyō ēnē tō tuṁ tārā, valagāḍatō rahyō galē tuṁ māyā nē māyā
mūṁjhavaṇē jagamāṁ tō, tuṁ pōkāratō rahyō ēnē, rahyō dōḍatō tuṁ sadāya māyāē
pakaḍyā sadā rastā jagamāṁ tō tēṁ āvā, chē tuṁ prabhunō, karatō rahyō tō tuṁ dāvā
bhūlī ā badhuṁ tō tāruṁ, rahyā prabhu, ūbhā sāthē tō tārī, sarva saṁjōgōmāṁ
paraṁparā bhūlōnī tō tuṁ karatō rahyō, gunā tārā tō haiyē ēṇē nā dharyā
tūṭatī gaī āśāō bhalē tō tārī, tujamāṁ dharāvī rahyā chē ē āśā nē āśā
upakāra tēṁ ēnā mānyā kē nā mānyā, upakāra tōya tuja para ē tō karatā rahyā
malaśē nā, malavānā nathī rē jagamāṁ, kōīnē tō sācā sāthī rē āvā
chē khuda tō śaktiśālī prabhu, rahyā tuja pāchala tō dōḍatā nē dōḍatā
|