છે કરામત પ્રભુની, જગમાં તો કેવી રે, છે કરામત આ તો કેવી રે
બિન ચાવીથી ચલાવે એ પૂતળાં, ચાવી ના એની તો દેખાતી રે
ચાલતાં-હાલતાં તો છે આ પૂતળાં, ચાવી તો ના એની જડતી રે
જાણે સમજે, નથી કાંઈ પોતાનું, નથી સાથે તો કાંઈ આવવાનું રે
તોય જગમાં કરતા ફરે રે એ તો, છે બધું તો મારું-મારું રે
છે બુંદ જેવો તો માનવી, છે ડુંગર જેવો તો એનો અહં રે
કદી એ હસતો, કદી એ રડતો, કદી હસાવતો, કદી એ રડાવતો રે
એક વાર ખોવાયો એ જ્યાં જગમાં, ના પત્તો એનો ખાવાનો રે
મુઠ્ઠી જેવો આ માનવી, જાય આકાશને આંબી, કરામત આ પ્રભુની રે
કર્મોએ દોડાવ્યા માનવને, બની ભક્ત માનવે પ્રભુને દોડાવ્યા રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)