એ અજન્મા અલિપ્ત એવો એ, આવીને વસ્યો છે તારામાં તો એ
અહંમાં ડૂબી, બનાવી એને તો હું, નીકળ્યો છે ગોતવા તું તો એને
કર મુક્ત અહંમાંથી તું તો એને, પ્રકાશશે તારામાં ને તારામાં તો એ
એ વિશ્વના કર્તાને, બનાવી દીધો એને, તારાં કર્મોનો કર્તા તો તેં એને
જે પૂર્ણ પ્રકાશિત હતો, અહંના અંધકારમાં અટવાવી દીધો એને તો તેં
તું અને તે હતા બંને એક, `હું' માં તો રાચી, પાડી દીધો જુદો એને તો તેં
વધારી તડપન તો તારામાં, બનાવી ઉત્સુક તને મળવા, બેઠો છે તારામાં તો એ
હતો એ પાસે ને પાસે ને સાથે ને સાથે, રાખ્યો દૂર એને તો તેં અને તેં
કર્યાં પાપ જ્યારે તેં, રહ્યો કોચવાતો તો એ, રાખ્યો દૂર ને દૂર એને તો તેં
છે એ તો વિશ્વવ્યાપી, રહ્યો પ્રેમથી તારામાં વસી, રાખ્યો કેમ દૂર એને તો તેં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)