બનવું છે જ્યારે વારસ તો મારા, યાદ રાખજો મારું આ વસિયતનામું
દીધા છે હાથપગ તો જ્યારે તરવા, દીધું છે બુદ્ધિબળ તો વધારાનું
જીવો તો છો તમે તો મારા જગમાં, કરજો પાલન નિયમો તો કુદરતનું
હડસેલીને તો હૈયામાં પ્રેમના ભાવોને, કરજો ના તમે તો મનધાર્યું
વર્તીશ જો નિયમોની વિરુદ્ધ તો તું, ઘટશે એમાં તો આયુષ્ય તો તારું
માલિકી તો છે તો જ્યાં તો મારી, માલિક બીજું કોઈ નથી બની શકવાનું
જગવિજેતાના દાવા, રહ્યા બધા અધૂરા, જગ છોડીને પડયું છે એણે જાવું
મહેનતની તો ખાજો રોટી, પરસેવાની કમાણીનું ભોજન તો લાગશે મીઠું
વેરઝેરના તાંતણા તો બાંધશો ના, જીવનમાં ગાશો ના એવું અવરોધી ગાણું
હળીમળીને રહેજો, સંતાન તો છો સહુ મારાં, ના કોઈને નાનું કે મોટું ગણવાનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)