ઘણું ઘણું બદલાઈ ગયું, જીવનમાં ઘણું ઘણું બદલાઈ ગયું
ઘર કરી બેઠી હતી માન્યતાઓ હૈયામાં, બદલાઈ ગઈ, જ્યાં સાચું સમજાઈ ગયું
બગડેલા સંબંધો ગયા સુધરી જીવનમાં, જીવનમાં જ્યાં સાચું સમજાઈ ગયું
જીવનમાં ઘણું ઘણું બદલાઈ ગયું, જીવનમાં જ્યાં સાચું ને સાચું સમજાતું ગયું
દુઃખદર્દને દીધી તિલાંજલિ જીવનમાં, પોત જીવનનું તો એમાં બદલાઈ ગયું
થાક્યા કરી પ્રશંસા માનવોની, કરી પ્રશંસા પ્રભુની જીવન એમાં બદલાઈ ગયું
શુભ ભાવનાઓથી તો હૈયું ઊભરાઈ ગયું, જીવન એમાં તો બદલાઈ ગયું
હૈયામાંથી જ્યાં ડરપોકપણું જ્યાં ભાગી ગયું, જીવન એમાં તો બદલાઈ ગયું
સહનશીલતાની રેખાને લઈ ગયા ઉપર, જ્યાં જીવનમાં જીવન એમાં બદલાઈ ગયું
જીવન હતું સંસારમાં તો ઓળખ મારી, નવું જીવન તો નવી ઓળખ દઈ ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)