દર્દભર્યાં અવાજે છેડે છે જીવનમાં, દુઃખના સૂરો તો શાને
નથી કાંઈ આભ તૂટી પડયું જીવનમાં, તો કાંઈ તો તારા માથે
થયું ના સહન તો તારાથી, ચારે બાજુ ગજવે છે એને તું શાને
છે દુઃખ ઊભું કરેલું એ તો તારું, કોઈ બીજુ તો ના એ લેશે
દુઃખના સૂરો ઘૂંટી ઘૂંટી, કરે છે દુઃખમાં વધારો તો તું શાને
ગાઈ ગાઈ ગાણું તો દુઃખનું, ના ઓછું તો એ કાંઈ થઈ જાશે
ચાહે છે શું તું જીવનમાં, તારાં દુઃખો તો સહુ કોઈ બિરદાવે
કરજે વિચાર જરા તો તું, તારી દુઃખની ગાડીમાં તો કોણ બેસશે
રહેવું છે દુઃખથી દૂર ને દૂર તારે, દુઃખની નજદીક જાય છે શાને
નથી આવાં ગાણાં સાંભળવા કોઈ આતુર, સહુ દૂર એનાથી રહેશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)