અનંત કોટિ બ્રહ્માંડની તું છે માતા
અનંત કોટિ જીવોની તું છે વિધાતા - તું છે ...
સુરનર મુનિવરના ધ્યાનની તું છે ધ્યાતા
અનેક અસુરોને હણનારી તું છે જગવિધાતા - તું છે ...
ઋષિવર મુનિજન ભક્તો, તારા ગુણલા ગાતા
તારા પ્રેમમાં જે જન ડૂબ્યા, તેનાં દુઃખ તેં કાપ્યાં - તું છે ...
તારી માયામાં જે અટવાયા, તેના ફેરા જરૂર લખાયા
તારી કૃપામાં જે નાહ્યા, તેનાં ભવદુઃખ ભૂંસાયાં - તું છે ...
તારામાં જે સંશય લાવ્યા, તારી માયામાં એ અટવાયા
તારી ભક્તિમાં જે ડૂબ્યા, તેને તેં તો તાર્યા - તું છે ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)