અસીમ તો છે આકાશ, માપી શકીશ સીમા ક્યાંથી તું એની
અસીમ તો છે પાતાળ, માપી શકીશ ઊંડાણ ક્યાંથી તું એનાં
છે બંને ગુણો મનડામાં, કરજે સંભાળીને માવજત તું એની
વિચારોની પાંખે મનડું ઊંડે આકાશે, પડશે વાત આ ધ્યાનમાં રાખવી
ઊતરી જાશે ઊંડાણમાં એવું, દેશે બહાર કાઢવું મુશ્કેલ બનાવી
જીવવાનું છે તો જગમાં, તારે ને તારે તો સાથે તો એની ને એની
હટીશ કે ભરીશ ડગલું, હશે એ સાથે દેજે બનાવી એને સાચો સાથી
છે એ તો શક્તિશાળી, રાખી એને તો સાથે રહેશે તું શક્તિશાળી
અસીમ એ અસીમ રહેવાનું, બંધનમાં ના શકીશ એને તું બાંધી
માપતા માપતા, રહેશે એ વિસ્તરતું, ક્યાંથી શકીશ એને તું માપી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)