રડી રહ્યું છે હૈયું તો અંતરમાં, હૈયાની એ કબૂલાતની તો આ કબૂલાત છે
કરી વાતો તો ઘણી, રહી ગઈ કહેવાની બાકી તો ઘણી
ઘેરાયાં છે અંતરમાં વાદળો, અંધારાની ઘડી તો અનુભવાય
પ્રેમવિહોણું અંતર ઝંખે છે નિત્ય પ્રેમની ધારા જીવનમાં
જીવન ઝંખે છે જે પળો જીવનમાં, એ પળો હાથતાળી દઈ જાય
કર્યાં છે કામો સારાં ઓછાં, કર્યાં છે ખોટાં ઝાઝાં તો જીવનમાં
છે જગમાં સાથીઓ થોડા, છે વિરોધીઓ ઝાઝાં તો જીવનમાં
વાત સાંભળી માયાની ઝાઝી, પડીને તો એમાં, ના એને તોય સાંભળી
ચડયું ચક્રાવે જીવન માયામાં, પામી ના શક્યો એમાંથી તો મુક્તિ
હૈયું ઝંખે શાંતિ જીવનમાં, નથી હૈયામાં તો જરાય શાંતિ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)