હતા જે દૂર નજદીક એ જલદી આવતા ગયા, નજદીકના તો દૂર થાતા ગયા
સમજ્યું ના (2) જીવનમાં કોણ કોનું ને કોનું કહેવાય છે
દૂરના જીવનને જીવન દેતા ગયા, નજદીકના તો વિષના પ્યાલા પાતા રહ્યા
હતા નજદીક કિંમત ત્યારે થઈ, કરાવવા કિંમત દૂર તો એ શાને થયા
તણાતા પ્રેમના પૂરમાં નજદીક લાગ્યા, ઉતાર્યા પૂરા જ્યાં, દૂરના એ દૂર રહ્યા
કદી આંખો હસી હૈયું ખીલ્યું, બદલાયા ભાવો જ્યાં એ દૂરના દૂર રહ્યા
દર્શન કરતાં હૈયું ઘેલું બન્યું, થાતાં દર્શન પૂર ઓસરી ગયું, એ દૂરના દૂર રહ્યા
સાથે ને સાથે રહેવાના કર્યાં વાયદા, સંજોગો આગળ એ પણ ઝૂકી ગયા
ખાઈ ખાઈ લાતો જમાનાની જીવનમાં, કોણ પોતાના કોણ પરાયા સમજી ગયા
ટકરાયા જીવનમાં જ્યાં અહં ને સ્વાર્થો, જીવનમાં તો એ દૂર ને દૂર થાતા ગયા
સમજીને દૂર રહ્યા, પ્રેમના પ્યાસા રહ્યા, જીવનમાં રાધા બનીને એ તો રહ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)