રાતદિવસ જીવનમાં તો એક કર્યાં, કર્યાં જીવનમાં તો લોહીના પાણી
પ્રભુજી વ્હાલા, સમજાયું ના, આવી ગઈ જીવનમાં તોય તો ખામી
રહ્યો સખ્ત જીવનવ્યવહારમાં, બની ના શક્યો સખ્ત સાથે તો મારી
પ્રભુજી વ્હાલા, રચાતી ગઈ જગમાં, મારા જીવનની તો અવળી કહાની
ખોટાં કામો ને વિચારોમાં ગૂંથાઈ, જગમાં થયું જીવન તો ધૂળધાણી
પ્રભુજી વ્હાલા, યત્ને યત્ને રહ્યા યત્નો કુંવારા, સફળતાએ માળા ના પહેરાવી
રચ્યાં સુંદર સપનાં તો જીવનમાં, મારા જ હાથે ઘોર એની તો ખોદાણી
પ્રભુજી વ્હાલા, વહેતા આવા જીવનમાં, રીત જગમાં તારી ના સમજાણી
જીવી ના શક્યો વાસ્તવિકતાની, હકીકતો સામે કરી જ્યાં આંખ મિંચામણી
પ્રભુજી વ્હાલા, જીવનમાં તો એમાં, સુખની પળો તો ના આવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)