હૈયામાં યાદ જ્યાં એવી જાગી ગઈ, હૈયાના ભાવોને એ બદલી ગઈ
યાદો હૈયાને તો દીવાનો બનાવી ગઈ, જગ બધું તો એ ભુલાવી ગઈ
યાદો ચિત્ર ઊભું એનું કરી ગઈ, મનડાને એમાં એ તો ખેંચી ગઈ
યાદો નયનોમાં નર્તન ઊભાં કરી ગઈ, ભાન સમયનું એ તો ભુલાવી ગઈ
સંકળાયેલી યાદો દૃશ્યો ઊભાં કરી ગઈ, આંખ સામે સૃષ્ટિ એની ઊભી થઈ
સમય તો એ તો ભુલાવી ગઈ, રમત સમય બહારની એમાં રમાઈ ગઈ
દિલડું જ્યાં એ તો ખેંચી ગઈ, ગતિ દિલની એમાં તો બદલાઈ ગઈ
દોર હૈયાનો હૈયાના હાથમાંથી ખેંચી ગઈ, દોર યાદો, એના હાથમાં લઈ ગઈ
યાદોની સૃષ્ટિ, યાદોની વાતો, યાદોનું વાતાવરણ, ઊભું એ તો કરી ગઈ
જુની યાદોને, નવી એ તો કરી ગઈ, યાદો એની યાદ તો એમાં અપાવી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)