કરી કરી વિચારો સારા, ચડાવી એને અભરાઈ ઉપર, જીવનમાં શું કર્યું
જગાવી સૃષ્ટિ એની તો આંખ સામે, નિકંદન એનું તો તેં ને તેં કર્યું
કર્યાં સર્વનાશના વિચારો, ચડાવી અભરાઈ પર એને તો તેં સારું કર્યું
ગુણવત્તાના ધોરણે જીવનમાં તો બધું ને બધું તો કરવું રહ્યું
કરવો નથી સાગર પાર, સાગર પારનું તો સાગર પાર રહ્યું
અનેક સાગર વચ્ચે રહ્યા છે, સાગરની વચ્ચે તો છે શક્તિનું બિંદુ
હરેક વિચારને જો વેડફી નાખીશ, પામીશ ક્યારે, તો એ શક્તિનું બિંદુ
જગવિજેતા બનવા કાજે, પડશે જગમાં તો સ્વવિજેતા બનવું
ખટકશે હરેક બંધનો તો જગમાં, મુક્તિ પંથે તો છે જ્યાં ચાલવું
હરેક યત્નોને ચડાવીશ અભરાઈએ, મળશે ના જગમાં છે જે મેળવવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)