Hymn No. 7066 | Date: 16-Oct-1997
|
|
Text Size |
 |
 |
1997-10-16
1997-10-16
1997-10-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15055
બરબાદીઓ ને બરબાદીઓની લગાવી ભસ્મ જીવનમાં, જીવનને નીરખી રહ્યા
બરબાદીઓ ને બરબાદીઓની લગાવી ભસ્મ જીવનમાં, જીવનને નીરખી રહ્યા ગુમાવી કંઈક તકો સોનેરી જીવનમાં, જીવનમાં તકો તો ગોતતા ફરતા રહ્યા અવળી ને અવળી ચાલ ચાલતા, રહ્યા જીવનમાં ભોગ એના બનતા રહ્યા કાઢયો ના હાથ બહાર બરબાદીઓમાંથી, એમાં ને એમાં તો ડૂબતા ગયા ઊઘડી ના આંખ તો જ્યાં એમાં, જીવન એમાં ને એમાં તો વેડફતા રહ્યા વિચાર વિનાનાં પગલાં, જીવનમાં ભરતા રહ્યા, બરબાદીઓને એમાં નોતરી રહ્યા સમજણને પડતું ગયું છેટું તો એમાં, જીવનમાં ના તોય એમાં તો સમજ્યા પથ ગયા હતા ચૂકી, રહ્યા તોય એને વળગી, ના સમજ્યા અમે ના સમજ્યા હતી ના કોઈ એમાં બહાદુરી, હતો સવાલ કેમ સુધારવા, ના એ તો કરી શક્યા કદી નિરાશા, કદી હતાશાનાં વાદળોમાંથી જીવનમાં તો પસાર થાતા રહ્યા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
barabadio ne barabadioni lagavi bhasma jivanamam, jivanane nirakhi rahya
gumavi kaik tako soneri jivanamam, jivanamam tako to gotata pharata rahya
avali ne avali chala chalata, rahya jivanamam bhoga ena banta rahya
kadhayo na haath bahaar barabadiomanthi, ema ne ema to dubata gaya
ughadi na aankh to jya emam, jivan ema ne ema to vedaphata rahya
vichaar vinanam pagalam, jivanamam bharata rahya, barabadione ema notari rahya
samajanane padatum gayu chhetum to emam, jivanamam na toya ema to samjya
path gaya hata chuki, rahya toya ene valagi, na samjya ame na samjya
hati na koi ema bahaduri, hato savala kem sudharava, na e to kari shakya
kadi nirasha, kadi hatashanam vadalomanthi jivanamam to pasara thaata rahya
|