મારા હૈયાના રે (2) એ ઉત્પાતને, શાંત કોણ કરશે (2)
ગયું છે ચડી જ્યાં અસંતોષના રવાડે, ગયો છે મચી ઉત્પાત તો હૈયે
પ્રેમની શોધમાં ફર્યું જ્યાં ત્યાં, હૈયામાં જલતી એની એ આગને
જોયું જ્યાં ત્યાં જાગી ઇચ્છા હૈયામાં, એ ઇચ્છાઓ કોણ સંતોષશે
કર્યાં કર્મો તનડાએ ને મને, હૈયાને બહાર એમાંથી તો કોણ કાઢશે
સારું નરસું સંઘર્યું બધું તો હૈયાએ, મુક્ત એમાંથી એને કોણ કરશે
રાતદિવસ ચિંતા સેવે હૈયું, ભાવો એમાં તો એના ખેંચાશે ને ખેંચાશે
અશુદ્ધતાના ઘા હરપળે ખાઈ ખાઈ, હૈયું વિશુદ્ધતા તો કેમ સાચવશે
હર વ્યાખ્યા સુખદુઃખમાં જાશે વ્હેંચાઈ, તટસ્થતા તો એમાં કેમ આવશે
થઈ રાજી જો સ્વરૂપ બદલશે, જીવનમાં દશા એમાં તો બદલાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)