કરવો છે પ્રવાસ વિશાળતાનો જીવનમાં તારે તો જ્યારે
રાખજે સદા વિચાર હૈયામાં, કોણ હશે સાથે, કોણ લઈ જાશે
બંધાઈ બેડીઓમાં ના કાંઈ એમાં જવાશે, ના કાંઈ ત્યાં ફરાશે
ના ત્યાં કોઈ બેડીઓમાં બંધાયેલું હશે, ના કોઈ બેડીમાં ત્યાં દેખાશે
ના ત્યાં કોઈ આવારા હશે, ના ત્યાં કોઈનાં સરનામાં હશે
ખુદ ખુદનો તો આવાસ હશે, ખુદ ખુદનું તો સરનામું હશે
ના ત્યાં રાત્રિનું કે દિવસનું બંધન હશે, ના થાક તો હૈરાન કરશે
હળવાશ ને હળવાશનો પ્રવાસ હશે, મોકળાશ વિના ના કાંઈ હશે
ના સમય કે સીમાનાં બંધન નડશે, મુક્ત અને મુક્ત એ તો હશે
ના કોઈ કોઈને તો રોકશે, સહુ સહુની મસ્તીમાં તો મસ્ત હશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)