અધીરા ને અધીરા બન્યા જીવનમાં જ્યાં, અધૂરા તો એમાં રહી ગયા
દિલને દીવાનગીરીમાં તો ઘસડી ગયા, કાબૂ દિલના ત્યાં છૂટી ગયા
ચાલી કરવત જીવન ઉપર તો ત્યાં, જીવનમાં તોય તો હસતા રહ્યા
સંજોગે તો શક્તિહીન તો બનાવ્યા, આરાધના શક્તિની કરતા રહ્યા
દુઃખની વાતો ભલે ના ધરી, ભાવો ચાડી એની તો ખાઈ ગયા
જવું હતું રોકાઈ જીવનમાં જ્યાં, ના રોકાઈ શક્યા જ્યાં અધીરા બની ગયા
દુઃખી કે સુખી ના હતા જીવનમાં જ્યાં, દુઃખી એમાં તો બની ગયા
જીવનની સમતુલા ના જાળવી શક્યા, જીવનમાં અધીરા જ્યાં બની ગયા
ખોટા ને ખોટા અધીરા જીવનમાં જ્યાં બન્યા, ભાગદોડ જીવનમાં ઊભી કરતા ગયા
સફળતાનાં સપનાં કદી એમાં તો જોયાં, ચૂકતા નિરાશાના ઘૂંટ પીવા પડયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)