તારા તપતા સુખના સૂરજની વચ્ચે, કયું વાદળ નડતર નાખી ગયું
સમજાયું ના આવ્યું કઈ દિશામાંથી, સુખનાં કિરણોને અવરોધી ગયું
સુખના પ્રકાશ વિના જગમાં, જીવનને એ દુઃખી દુઃખી કરી ગયું
કહ્યું કંઈકે હતું એ ભાગ્ય તારું, કારણ વિના નુકસાન પહોંચાડી ગયું
સૂચવ્યો ઉપાય કંઈકે પુરુષાર્થનો, પહેરી બેડીઓ, ભાગ્યથી ઝઝૂંમવું પડયું
વિચારોની કામયાબી ઉપર મુસ્તાક હતો હું, પાંગળો બનીને રહેવું પડયું
તડપતા એમાં હૈયાને, ભાવ સૃષ્ટિમાં તો, રમણ કરવું તો પડયું
વિચારો ને ભાવ વચ્ચેના અંતરને, જીવનમાં એણે તો તણાવું પડયું
ભાવો ને વાદળો રહ્યાં ટકરાતાં, યુદ્ધ એની વચ્ચે તો શરૂ થઈ ગયું
વાદળે તૂટી નાની વાદળી બનવું પડયું, મારગ પ્રકાશનો મોકળો કરી ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)