1997-10-31
1997-10-31
1997-10-31
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15082
છોડીને તમારું ધ્યાન, હવે માત, આ બાળ પર નજર કરો
છોડીને તમારું ધ્યાન, હવે માત, આ બાળ પર નજર કરો
કપટભર્યું છે મમ હૈયું માત, સરળતાનું એને પીયૂષ પાવો
પળભર સ્થિર રહે ના ચિત્તડું એનું, તમારાં ચરણમાં સ્થિર કરો
સાંભળ્યા જગ શબ્દો ઘણા, તારા આશીર્વાદોની આશ પૂરી કરો
હૈયું કરે છે વલોપાત, નયનો કરે અશ્રુપાન, વાત આ હૈયે ધરો
છે મોહમાયા વચ્ચે રહેઠાણ મારું, મમ હૈયે આવી તો વાસ કરો
ના કાંઈ છું જાણકાર, અવગુણોના કર્યાં ગુણાકાર, એના ભાગાકાર કરો
વીસર્યો પૂજન અર્ચન તપ ધ્યાન, નજરમાંથી માયા ના હટાવી, હવે સહાય કરો
અતૃપ્ત વિચારો ને અતૃપ્ત ઇચ્છાઓનું મચ્યું ઘમસાણ, સહાય હવે કરો
દુઃખદર્દ ચાહું ના દિલથી, લે છે રોજ સામી એ મુલાકાત, સહાય હવે કરો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chōḍīnē tamāruṁ dhyāna, havē māta, ā bāla para najara karō
kapaṭabharyuṁ chē mama haiyuṁ māta, saralatānuṁ ēnē pīyūṣa pāvō
palabhara sthira rahē nā cittaḍuṁ ēnuṁ, tamārāṁ caraṇamāṁ sthira karō
sāṁbhalyā jaga śabdō ghaṇā, tārā āśīrvādōnī āśa pūrī karō
haiyuṁ karē chē valōpāta, nayanō karē aśrupāna, vāta ā haiyē dharō
chē mōhamāyā vaccē rahēṭhāṇa māruṁ, mama haiyē āvī tō vāsa karō
nā kāṁī chuṁ jāṇakāra, avaguṇōnā karyāṁ guṇākāra, ēnā bhāgākāra karō
vīsaryō pūjana arcana tapa dhyāna, najaramāṁthī māyā nā haṭāvī, havē sahāya karō
atr̥pta vicārō nē atr̥pta icchāōnuṁ macyuṁ ghamasāṇa, sahāya havē karō
duḥkhadarda cāhuṁ nā dilathī, lē chē rōja sāmī ē mulākāta, sahāya havē karō
|