મણો ને મણોની કરે એ ચોરી, કરે એ તો સોયનું રે દાન
આવા આ જગમાં, કોઈ તો બતાવો, ક્યાં છે એમાં પ્રભુનું સ્થાન
થવા માલંમાલ કરે ગોલમાલ, ચાલી રહી છે જગમાં આવી ધમાલ
ઈર્ષ્યાથી રાખે હૈયું જલતું, જગના રોમેરોમમાં ફેલાઈ છે આ આગ
તન ઝીલી ના શકે બોજ તો તનના, કરે દિનભર શૂરવીરતાની તો વાત
કામકાજના નામે ચલાવે સમયની લૂંટ, નથી પ્રભુકાજે કોઈ એને ફુરસદ
ધરતીને કણ આપી મણ લે, કરે ના તોય એની તો એ માવજત
લોભલાલચના સરવાળા ઝાઝા, ગઈ મૂકી એની એ તો માઝા
પાપ વિનાની પળ ના છોડે, ભરે ના એક ડગલું પણ પુણ્ય
વાપરે ભાષા મીઠી મીઠી, હોય હૈયામાં ફરતી ભલે તીક્ષ્ણ છૂરી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)