Hymn No. 20 | Date: 20-Jul-1984
|
|
Text Size |
 |
 |
જાગ, જાગ, જાગ, `મા' સિધ્ધાંબિકા, સુણીને પોકાર
Jaag, Jaag, Jaag, 'Maa' Siddhambika, Suni Ne Pokaar
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
જાગ, જાગ, જાગ, `મા' સિધ્ધાંબિકા, સુણીને પોકાર તારા વિણ માત મારે, હૈયે છાયો છે અંધકાર સકળ જગતમાં વ્યાપ્ત તું, જગત કેરો છે આધાર નિર્ગુણ નિરાકાર રૂપે તું, કીધા કામ થઈને સાકાર જગતમાં અસુરોનો ઉત્પાત વધ્યો, મચ્યો સઘળે હાહાકાર દેવ, ઋષિગણ ભક્તો કાજે, કીધો અસુર તણો સંહાર તારી કૃપા વિના કંઈ નવ થાય, આ જગતમાં સંચાર ગર્વિષ્ઠના ગર્વનો, લોભીના લોભનો છે તુજ આહાર કીધાં કામ અનેક, ધરી નામ અનેક, નામ તણો નહીં પાર લીલા તારી ગાવી ક્યાંથી, લીલા તારી છે અપરંપાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|