એ દિલને તો જગમાં શું કરવું, જે દિલમાં તો કોઈ પ્યાર નથી
એ જીવનને તો જીવન કેમ કહેવું, જે જીવનમાં દિલને કોઈ પ્યાર નથી
ઉકળાટ વધી જાશે તો હૈયામાં, જીવનમાં નજરમાં તો જ્યાં પ્યાર નથી
જીવન તો ભારરુપ લાગશે જગમાં, જ્યાં દિલમાં તો કોઈ પ્યાર નથી
એ દિલને એ દિલ સાથે શું લેવાદેવા, જે દિલમાં તો કોઈ પ્યાર નથી
એ દિલને કેમ કરીને તો દિલ કહેવું, જગમાં દિલમાં તો કોઈ પ્યાર નથી
એ દિલનું દર્દ જાણશે કોઈ ક્યાંથી, જગમાં જે દિલમાં તો કોઈ પ્યાર નથી
એ દિલ મૂરઝાયા વિના તો ના રહેશે, જે દિલમાં તો કોઈ પ્યાર નથી
સુખનાં મોજાં હશે ભલે ઊઠતાં, કરમાયા વિના ના રહેશે, જે દિલમાં પ્યાર નથી
જીવનના ધાર્યા ઘાટ ઘડાશે નહીં, જે દિલમાં તો કોઈ પ્યાર નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)