સકળ સૃષ્ટિમાં વ્યાપ્યું, સઘળે તારું ગાન
ઓ સૃષ્ટિની રચયિતા, તું છે મહાન
વીજળીના ગડગડાટમાં, પવનના સુસવાટમાં
સાગરના ગંભીર નાદમાં, ભૂલ્યો મારું ભાન - ઓ ...
સરિતાના નાદમાં, પંખીના કિલકિલાટમાં
બાળકોના ખિલખિલાટમાં, વસ્યું તારું ગાન - ઓ ...
માનવના મુક્ત હાસ્યમાં, ભક્તિના રણકારમાં
રમ્ય તારી આ સૃષ્ટિમાં, લહેરાયે તારું ગાન - ઓ ...
તારાના ટમટમાટમાં, ચાંદનીના ચળકાટમાં
પહાડના પથરાટમાં, વનોની વાટમાં, વસ્યું તારું ગાન - ઓ ...
સંતોના સાથમાં, ભક્તોના ભાવમાં, `મા' ના પ્રેમમાં
ફૂલની ફોરમમાં, માનવતામાં મહેકે તારું ગાન - ઓ ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)