દુઃખદર્દને તો જ્યાં વાચા ફૂટી, મુજ પર પ્રશ્નોની ઝળી દીધી એણે વરસાવી
શાને કર્મોની તો આડ લઈ, તારાં કર્મોની, કરણી એમાં તો તેં છુપાવી
હૈયામાં તો ખૂબ ઇચ્છાઓ જગાવી, શાને અધૂરી એને તો તેં રાખી
મેળવવા જગમાં ખૂબ દોડધામ કરી, શાને નિરાશાઓની હૈયામાં આગ લગાવી
મનડાને ના રાખ્યું તે કાબૂમાં, શાને હૈયાને દુઃખદર્દનું ધામ દીધું બનાવી
વિચારોને ના રાખ્યા તેં નિયંત્રણમાં, શાને હૈયાને દીધું એમાં તેં બહેકાવી
ભાવો ને ભાવોમાં ગયો ખૂબ ખેંચાઈ, શાને એમાં નોતરી તો તેં મુશ્કેલી
પુરુષાર્થને કરી ભાગ્યને હવાલે, જીવનમાં શાને માથે હાથ દઈ ગયો છે બેસી
જીવનમાં તો સામનાઓમાં ને સામનાઓમાં, શાને દીધા નીતિનિયમો વિસારી
પ્રેમ તો છે અમૃત જીવનનું, દીધું શાને એને હૈયામાંથી તો તેં હડસેલી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)