મસ્તીમાં બોલ, કે ધીરેથી તું બોલ, હૈયાના શબ્દો તું દિલથી બોલ
ખોલવું છે દિલ તારું તારે જ્યાં, જ્યાં ને ત્યાં ના એને તો તું ખોલ
કરી ના શકીશ કિંમત તો તું હૈયાની, તારું હૈયું તો છે અણમોલ
રમી રહી છે વાત હૈયામાં તો તારા, ના મનમાં ને મનમાં, એમાં તું ડોલ
કરજે તું પૂરા જીવનના ઘડતરના, જીવનને દીધા છે જે તેં કોલ
પ્રેમનીતરતી આંખે, ને હૈયામાં ઉમંગની સાથે, એને તો તું બોલ
દેતો ના આવવા દુઃખદર્દના હાથ ઉપર, થાશે જીવન એમાં ડામાડોલ
ઢાંકી દેશે જીવનમાં મસ્તી સહુની, ઢાંકી દેશે જીવનમાં તો સહુની પોલ
છે નામ પ્રભુનું તો અણમોલ, ના જીવનમાં એને તું ખોટું તોલ
સુખને સાધવા, દુઃખને તો ભૂલવા, પ્રભુની મસ્તીમાં તું ડોલ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)