ખુલ્લા દિલથી ને ખુલ્લા મનથી, કર જીવનમાં તું પ્રભુનો સ્વીકાર
ખોલી જાશે, ખોલી જાશે એ તો, પ્રભુ સાથેની તારી એકતાનાં દ્વાર
સદ્ગુણોને ને સદ્ગુણોને સ્વીકારી જીવનમાં, કરજે એનો તું અંગીકાર
પ્રેમથી ને પ્રેમપૂર્ણ ભાવથી, કરો જીવનમાં તું પ્રભુને તો પ્રેમથી પોકાર
મલિનતાના સંસર્ગો ત્યજજે, રહેજે જીવનમાં વિશુદ્ધતા કાજે તો તૈયાર
ચૂકતો ના માનવા આભાર, જણાય જ્યાં જ્યાં, જીવનમાં તને પ્રભુના ઉપકાર
હરપળ ને હરશ્વાસ જીવનમાં તારા, પ્રભુમિલન કાજે દઈ રહ્યા છે લલકાર
પ્રેમભર્યું રાખજે હૈયું તારું, રાખજે વહેતી એમાં સદા તો તું પ્રેમની ધાર
જીવીશ જીવન જ્યાં તું સારી રીતે, જીવનમાં મળશે તને પ્રભુના દીદાર
હૈયાના ભાવો ને વિચારોને તો છે, એ તો જાણકાર ને એના જોનાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)