હરેક ઇન્સાન કાજે, પ્રભુના દિલમાં તો સદા પ્યાર છે
રાખ્યાં છે સદા ખુલ્લાં, એના કાજે તો, તરક્કીનાં દ્વાર છે
નફરતની આગ જલાવી જેણે હૈયે, બંધ ત્યાં એનાં તો દ્વાર છે
હર હાલતમાં તો, પ્રભુના દિલમાં તો, સદા પ્યાર ને પ્યાર છે
કસાઈ જાશે માનવ તો પ્યાર વિના, એ તો પ્રભુના પ્યારનું ફૂલ છે
પગલાં ને પગલાં પાડે છે પ્રભુપ્યારમાં, પ્યાર તો પ્રભુનું દિલ છે
પ્રભુ તો છે પ્યારનો તપતો સૂરજ, હરેક દિલ તો એની છાયા છે
પ્રભુ તો છે પ્યારના મહાસાગર, માનવી તો એની તડપતી મીન છે
વિધાતાની વક્રતામાં પણ એમાં, ઝળહળતો પ્રભુનો તો પ્યાર છે
હરેક ઇન્સાનના છાને ખૂણે છુપાયેલો તો, પ્રભુ કાજે તો પ્યાર છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)