| 
		 
                     1997-12-21
                     1997-12-21
                     1997-12-21
                      https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15161
                     કહું જગમાં હું કોને, પ્રેમનો કિનારો, મળ્યા મને જીવનમાં જ્યાં ખડકના પથ્થરો
                     કહું જગમાં હું કોને, પ્રેમનો કિનારો, મળ્યા મને જીવનમાં જ્યાં ખડકના પથ્થરો
  ના ત્રાસ હતો ભલે એનો, પણ બન્યો ના મળ્યો ના મને એમાં પ્રેમનો સથવારો
  ઉત્તુંગ શિખર સમ, મુગટ સમ ભલે શોભ્યો, બની ના શક્યો તોય એ પ્રેમનો કિનારો
  વિકટ યાત્રાઓ કરી, જીવ તો જ્યાં થાક્યો, ચાહતો હતો એ તો પ્રેમના કિનારાનો સહારો
  બની દિશાશૂન્ય નાખી નજર કિનારા ઉપર, અંત શું જીવનની હાલાકીનો એ લાવ્યો
  દુઃખ વિનાના દહાડા ના ઊગ્યા, સપનામાં પણ સુખ ના પામ્યો ચાહ્યો મળે ત્યાં પ્રેમનો કિનારો
  અધવચ્ચે સહુ સરક્યા જીવનમાં, હતો ને મળ્યો જીવનમાં, સહુનો તો પોકળ સથવારો
  ઝીંક ઝીલશે ક્યાં સુધી એ ખડકાળ પથ્થરો સાથે, ચારે દિશામાં વાય છે તોફાની વાયરો
  ચકરાવે ચડેલી છે નાવડી, ઘૂમી રહી છે આસપાસ એ તો, છે વચ્ચે તો ખડકાળ પથ્થરો
  વ્યાપ્યો છે અંધકાર ને શૂનકાર ચારે દિશાઓમાં, ચાહે પ્રભુનો સહારો, છે એ પ્રેમનો કિનારો
                     
                      Satguru Shri Devendra Ghia (Kaka)
                     
    | 
        
     | 
    View Original | 
    
                               સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
                                        
    kahuṁ jagamāṁ huṁ kōnē, prēmanō kinārō, malyā manē jīvanamāṁ jyāṁ khaḍakanā paththarō
  nā trāsa hatō bhalē ēnō, paṇa banyō nā malyō nā manē ēmāṁ prēmanō sathavārō
  uttuṁga śikhara sama, mugaṭa sama bhalē śōbhyō, banī nā śakyō tōya ē prēmanō kinārō
  vikaṭa yātrāō karī, jīva tō jyāṁ thākyō, cāhatō hatō ē tō prēmanā kinārānō sahārō
  banī diśāśūnya nākhī najara kinārā upara, aṁta śuṁ jīvananī hālākīnō ē lāvyō
  duḥkha vinānā dahāḍā nā ūgyā, sapanāmāṁ paṇa sukha nā pāmyō cāhyō malē tyāṁ prēmanō kinārō
  adhavaccē sahu sarakyā jīvanamāṁ, hatō nē malyō jīvanamāṁ, sahunō tō pōkala sathavārō
  jhīṁka jhīlaśē kyāṁ sudhī ē khaḍakāla paththarō sāthē, cārē diśāmāṁ vāya chē tōphānī vāyarō
  cakarāvē caḍēlī chē nāvaḍī, ghūmī rahī chē āsapāsa ē tō, chē vaccē tō khaḍakāla paththarō
  vyāpyō chē aṁdhakāra nē śūnakāra cārē diśāōmāṁ, cāhē prabhunō sahārō, chē ē prēmanō kinārō
                                
                     |