નજર ઝુકાવી બેઠા છો તમે શાને, કઈ યાદ હૈયામાં એવી તમને સતાવી ગઈ છે
હર યાદો લાવી ગઈ ચમક નયનોમાં, આ યાદો શું નજર તારી ઝુકાવી ગઈ છે
પ્રેમના તંતુઓ પણ બાંધ્યા વિના, બાંધતા બાંધતા રહ્યા છે, કારણ એમાં શું છુપાયું છે
યાદે યાદો, શોધે પાત્ર એનું કયું પાત્ર તો દિલ હવે તો શોધવા ચાહે છે
ખોવાયેલાં નયનો, છુપાવી ના શક્યાં વ્યથા એ હૈયાની, નજર શું એ છુપાવે છે
વ્યથાના કાંઈ ડંકા નથી વગાડવા, નજર તોય એના રણકાર વગાડે છે
હસતા ખેલતા મુખ પર, ગ્લાનિ છવાઈ જાય છે, નજર તો એની ચાડી ખાય છે
નજરને નથી કોઈ ટેવ આવી, ખુલ્લંખુલ્લી એમાં તો એ પકડાઈ જાય છે
નજરને નથી કોઈ બંદી, તોય બંદીમાં બંદીવાન એ તો એમાં બની જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)