ધડકન વિનાનાં તો હૈયાં, ધડકી રહ્યાં છે જ્યાં તનમાં
કહેશે શું તો એ જીવનમાં, જ્યાં ખુદ ધડકી નથી શક્યાં
ઉષ્મા વિનાનું તનબદન દેશે, ક્યાંથી જીવનને એ ઉષ્મા
નિસ્તેજ એવાં એ નયનો, ચમકી જાશે એ પણ પ્યારમાં
અબોલ એવાં એ, સેવી રહ્યાં છે ચુપકીદી, કહી જાશે મૌનમાં
છુપાવશે હૈયું પ્યાર ક્યાં સુધી, છેલ્લી શૈયા તો છે સ્મશાનમાં
જીરવી ના શકશે અધીરાઈ જો જીવન, થાશે પાંપણો ભીની અશ્રુઓમાં
પ્યારનાં છે અનેક પાસાં, સંકળાયેલાં તો છે, એમાં તો હૈયે
અબોલ એવા એ હૈયામાં, ધડકન ધડકન બોલી બોલે જીવનમાં
હરેક ધડકન તો છે બોલી એની, એ ચાહે સમજી કોઈ એને હૈયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)