ધાર્યું ના જીવનમાં તું કરી શકે, ફાવે ત્યાં ના તું ફરી શકે
જો જીવનમાં છે આ હાલત તો તારી, ગુલામી તો ગઈ છે સદી તને
રહ્યો ના તું તારા વિચારોનો રાજા, દબાણ બીજાનું, એના પર તો ચાલે
અનેક બેડીઓ પ્હેરી તું ફર્યો, ના જીવનમાં એ ખટકે હવે તો તને
મુક્તિ કાજે કરે ધમપછાડા, શાને ના મુક્તપણે તો વિહરે
નિરંકુશ મુક્તિ ના શોભે, શાને અંકુશમાં મુક્તિ ના સેવે
મુક્ત રહ્યા છે ને છે તો એક પ્રભુ, એના શરણે ના શાને દોડે
ભળી જા એમાં એવો, એના જેવો તો એ, એ તો સહુને બનાવે
પાણીને દૂધમાં ભળતા જોયું, ગરમીમાં પહેલાં તો પાણી બળે
ભળીશ જ્યાં પ્રભુમાં તું, હર સમયે હર હાલતમાં એ બચાવે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)