રહીસહી બાકી રાત હતી, સપનાંની તો બારાત હતી
અધૂરી છોડવાની તો એને, ના દિલમાં તો કોઈ તાકાત હતી
પ્રેમની એમાં તો મુલાકાત હતી, સપનામાં પણ એની શરારત હતી
ના રાત કાંઈ અનામત હતી, બધી અવસ્થા તો સલામત હતી
દીધી કંઈકને તો દાવત હતી, દિલમાં ના તો કોઈ અદાવત હતી
ના તો કોઈ લાયકાત હતી, ના દિલમાં તોય કોઈ શિકાયત હતી
કહેવા જેવી તો એ વાત હતી, ભલે રહીસહી બાકી તો રાત હતી
રાતના નશાની તો શરૂઆત હતી, સપનાંની એમાં બારાત હતી
મનગમતી એમાં મુલાકાત હતી, સપનાંની મીઠી શરૂઆત હતી
અતૃપ્ત મનની રજૂઆત હતી, જીવનની આશાઓની બગાવત હતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)