દૃષ્ટિ સામેનું દૃશ્ય તો ધૂંધળું બન્યું, આંખ સામેનું વાદળ જ્યાં ઘેરું બન્યું
હતું બધું તો આંખની સામે, તોય જીવનમાં તો ના એ દેખાયું, ના એ દેખાયું
ઘેરું ને ઘેરું, એવું એ તો બન્યું, ચારે દિશાઓમાં દેખાતું એમાં તો બંધ થયું
ઘેરાતું ને ઘેરાતું એવું એ તો ગયું, ખુદનું અસ્તિત્ત્વ ગોતવું એમાં મુશ્કેલ બન્યું
ભાન રહ્યું ના એમાં તો ખુદને ખુદનું, કચાશ પરિસ્થિતિનો કાઢવા મુશ્કેલ બન્યું
શું થયું, કેમ થયું, જીવનમાં આ બધું, વિચારો પણ ના એ તો વિચારી શક્યું
વિચારોને ખરાખોટાનું ભાન તો એમાં, ત્યાં તો એ ખોવાયું, એ ખોવાયું
હતા વાદળના ભાર તો ઉપર ને ઉપર, વાદળ તોય, ભારે ને ભારે લાગ્યું
હટયું ના દૃશ્ય ત્યાં ધૂંધળું, આંખ સામેનું દૃશ્ય ત્યાં, સ્પષ્ટ તો ના થયું
ધ્યાન તો પ્રભુનું, કરી ગયું મનડાને શાંત, આંખ સામેનું વાદળું વીખરાતું ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)