એવું તેં કેમ કર્યું, એવું તેં કેમ કર્યું
જે મૂર્તિ દિલથી ચાહી, આંખ સામે રાખી, કેમ દિલમાં ના એને તેં સમાવી
રાહ જોઈ જે ક્ષણની, સામે એ આવી, સરકવા કેમ એને તેં દીધી
જીતની પળો જેમ જેમ નજદીક આવી, અણી સમયે કેમ ધીરજ ગુમાવી
હૈયામાં દર્શનની જેની તમન્ના જાગી, સામે આવી, આંખ કેમ ત્યાં મીંચાણી
રચી દુઃખની દીવાલો, રચી એને હૈયામાં, સુખનો પ્રવેશ કેમ દીધો અટકાવી
ભાવે ભાવે આંખો એની ભીંજાણી અસર એની, હૈયાંમા તારા કેમ ના આવી
હૈયામાંથી વ્હેતી પ્રેમની સરિતા, જીવનમાં તારાથી કેમ ના એ ઝિલાણી
જીવન ઝંઝટમાંથી નવરાશ ના તેં કાઢી, કેમ રાહ એને તો તેં જોવરાવી
અનિમેશ નયને નજર રાખી સદા તુજ ઉપર, કદર કેમ ના એની તેં કરી
વહે એનાં ચરણોમાં શાંતિની સરિતા, કેમ ના એનાં ચરણોમાં દોટ તેં કાઢી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)