હિંમત હોય જો હૈયામાં, દુશ્મનને પણ તો ગળે લગાવ
કાં તો દુશ્મનથી અંતર રાખી, દુશ્મનને તો દૂર રાખ
ખાધો ના મેળ જીવનમાં, થઈ દુશ્મનાવટ તો ત્યાં ઊભી
કાં જીવનમાં તો સુમેળ સાધ, કાં દુશ્મનને તો દૂર રાખ
રાખી આંખ સામે તો દુશ્મનને, દુશ્મન પર નજર રાખ
સાધી મેળ તો જીવનમાં, જીવનની તો એમાં શાંતિ સાધ
દુશ્મનાવટ કોતરશે જીવનમાં તો હૈયું તારું દુશ્મનને દૂર રાખ
દુશ્મનાવટ કર ના ઊભી, થઈ જાય તો એના ઉપર નજર રાખ
દેખીપેખી કર ના દુશ્મનીનું દર્દ ઊભું, વર્તનને તો કાબૂમાં રાખ
પ્રેમથી જાશે ધોવાઈ દુશ્મની, જીવનમાં પ્રેમથી તો પ્રેમને અપનાવ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)