રહેવું પડે વિચારોને આધીન તો જગમાં, તું તારો માલિક કેટલો છે
ચાલતો રહે ભાવોને આધીન રહીને જગમાં, તું તારો માલિક કેટલો છે
છે ભાગ્યને આધીન જીવન તારું તો જગમાં, તું તારો માલિક કેટલો છે
જીવે છે જીવન રહી વૃત્તિઓને આધીન તો જગમાં, તું તારો માલિક કેટલો છે
મનની માલિકીનો કરી ના શક્યો દાવો તું જગમાં, તું તારો માલિક કેટલો છે
સુખ નથી આધીન તારા હાથમાં તો જગમાં, તું તારો માલિક કેટલો છે
રહી નચાવતી ઇચ્છાઓ સદા તને તો જગમાં, તું તારો માલિક કેટલો છે
અવગુણોને તાલે રહ્યો સદા તો તું જગમાં, તું તારો માલિક કેટલો છે
અનેક તાણો રહી છે તાણી તને જીવનમાં તો જગમાં, તું તારો માલિક કેટલો છે
માલિકનો માલિક બેઠો છે સહુનો તો જગમાં, તું તારો માલિક કેટલો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)