તારું જીવન જગમાં તો, તારાં ને તારાં કર્મોનો તો દસ્તાવેજ છે
તારા સુખદુઃખના જમા-ઉધાર પાસાનો એ તો હિસાબ છે
છે એ તો દસ્તાવેજ તો તારો, પ્રભુ પાસે તો એનો હવાલો છે
એ હવાલાને આધારે, હાથમાં પાડી છાપ એની, જગમાં તું આવ્યો છે
એના આધારે જીવનમાં તો તું, સુખીદુઃખી તો થાતો રહ્યો છે
જ્ઞાન, વેરાગ્ય, ભક્તિરૂપી રબર, ભૂંસવાને સાથે તો તું લાવ્યો છે
પ્રેમરૂપી અમૃત મૂક્યું છે જીવનમાં, એમાં કર્મોને હળવાં બનાવવાનું છે
આવ્યું નથી, મળ્યું નથી અમસ્તું તો જીવનમાં, તારાં કર્મોનું તો ફળ છે
નારાજ રહે કે ના નારાજ રહે, એ તારાં ને તારાં કર્મોનો દસ્તાવેજ છે
કર્યો ના વિચાર ભલે પૂર્વજનમમાં, આ જનમમાં વિચાર એનો કરવાનો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)