આંગણિએ અનુભવના રે આજ, ખીલ્યાં અનુભવનાં રે પુષ્પો
સજીને તો નોખા નોખા રે સાજ, ખીલ્યાં અનુભવનાં રે પુષ્પો
જોવરાવી જોવરાવી તો રાહ આજ, ખીલ્યાં અનુભવનાં રે પુષ્પો
દીસે છે સુંદર વાડી તો આજ જ્યાં, ખીલ્યાં અનુભવનાં રે પુષ્પો
જીવનના સારમાંથી તો ખીલ્યા છે આજ, ખીલ્યાં અનુભવનાં રે પુષ્પો
ઉકેલી ગયા જીવનની એ તો કંઈક ગાંઠ, ખીલ્યાં અનુભવનાં રે પુષ્પો
જીવનમાં પાડતા ગયા એ અનોખી ભાત તો એ, અનુભવનાં રે પુષ્પો
હતી એમાં એની તો વિધવિધ જાત, તો એ અનુભવનાં રે પુષ્પો
જીવનમાં અનોખી સુગંધ એ પાથરી જાય, તો એ અનુભવનાં રે પુષ્પો
જગમાં જીવનને તો એ બદલાવી જાય, તો એ અનુભવનાં રે પુષ્પો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)