જીવીએ છીએ જીવન શરમ રાખી શકતા નથી, બેશરમ બની શકતા નથી
જીવીએ જીવન તો એવું ચહેરો છુપાવી તો શકતા નથી, ચહેરો બતાવી શકતા નથી
કરી છે હાલત જીવનની કેવી વિચારી શકતા નથી, વિચાર કર્યાં વિના રહી શકતા નથી
કરીએ જીવનમાં ઘણું ઘણું ન કરવાનું કરી એ પૂરું, પૂરું કરવાનું પૂરું કરતા નથી
કરી કોશિશો જોઈએ જીવનમાં, ઘણું ના જોવાનું જોઈએ, ઘણું જોવાનું જોઈ શકતા નથી
ના જોઈતા મળ્યા ઘણા વારસા જીવનમાં, બનવું છે વારસ જેના એના બની શકતા નથી
કરીએ કોશિશો પામવા શાંતિ, શાંતિ પામ્યા નથી, શાંતિ મેળવી તો શક્યા નથી
પ્રેમના સાગર છલકાય છે જગમાં, જીવનમાં પી શક્યા નથી, પાઈ શક્યા નથી
દંભ વિનાનું જીવવું છે જીવન, દંભને સમજી શક્યા નથી, દંભ છોડી શક્યા નથી
વેર વિનાનું વિતાવવું છે જીવન, વેર વિના રહ્યા નથી, વેર છોડી શક્યા નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)