ખામોશીને મારી, મૌનને તો મારા
સંમતિ સમજવાની, એને સંમતિ સમજવાની ભૂલ ના કરી બેસતા
મારા અંતરના તોફાનને, મારા અંતરનાં આંદોલનોને
મારો પ્યાર ના સમજી લેતા, ના પ્યાર એને ગણી લેતા
મારી બિનઆવડતને, મારી મજબૂરીને જીવનમાં
સંમતિની મ્હોર સમજી, ના તમે એને આધીન ગણી લેતા
મારી ભીની પાંપણને, મારા વ્હાલભર્યાં અવાજને
જીવનમાં મારી નબળાઈ ના ગણી લેતા, નબળાઈ ના સમજી લેતા
હર હાલતમાં રહું સદા તો આનંદમાં
બેજવાબદારી ના એને ગણી લેતા, બેજવાબદારી ના સમજી લેતા
ઇંતેજારી તો ભરી ભરી છે મારા દિલમાં
શંકાશીલ મને ના ગણી લેતા, શંકાશીલ ના સમજી લેતા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)