જિગર હોય જો દિલમાં, વીત્યું જે દિલ પર, તે જાણી લેજે
કર્યાં ઘા દિલ પર તો કેવા કપરા, જરા દિલથી એ સમજી લેજે
કરી ઘા તો આવા, ના મલમપટ્ટી કરવા એની બેસી જાજે
હશે ભાગ્યમાં તો જો એ લખાયું, ના ફિકર એની તો કરજે
કાચુંપોચું દિલ તો તૂટી જાશે, દિલથી તો આ બરાબર જાણી લેજે
દુઃખદર્દની મળે ના જો દવા, ઘા ને ઉપાય એના તો જાણી લેજે
ઘા કરવા કરતાં કરવા સહન, પડશે જરૂર ઝાઝી શક્તિની જાણી લેજે
ઊઠશે તોફાન ત્યારે તો હૈયામાં, જાતને ત્યારે એમાં તો સાચવી લેજે
વહેશે લોહી, રુઝાશે જલદી, મૂક ઘા ચૂભશે ઝાઝા એ જાણી લેજે
મારવામાં ઘા બહાદુરી નથી, પડશે જીરવવામાં જાણી એ સમજી લેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)