કિસ્મત જીવનમાં ભલે મને સતાવે, પ્રભુ કોઈ ને કોઈ રીતે મદદે આવે છે
જીવન ટકાવવા શ્વાસ ભરી ભરી, જગમાં તો એ આપે છે
કરે અમારા કાજે જગમાં ઘણું, ના એમાં તો તું ગાજે છે
દઈ દઈ, અલ્પિત રહ્યો છે તું, ના અભિમાન એનું ધરાવે છે
રમત રમતાં શ્વાસ જેના ખૂટયા, જગમાંથી એને તું બોલાવે છે
પીડા જાગી યાદ ત્યાં આવી, યાદ તારી એમાં તો અપાવે છે
રડાવે છે કિસ્મત જેને જ્યારે, તારો આશરો એને આપે છે
દુઃખદર્દમાં દિલાસો તારો, કામ દવાનું એ તો કરી જાયે છે
કર્મોએ સતાવ્યા માનવ સહુને સદા, આશરો તારો સહુ એમાં ચાહે છે
મનમંદિરમાં પૂજે મૂર્તિ તારી, હૈયામાં તને તો એ સ્થાપે છે
માનવનો અધિષ્ઠાતા તો છે તું, દર્શન તારાં સદા એ ચાહે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)