સમજો તો છે એમાં સમજદારી, માનો તો છે એમાં જવાબદારી
વહે છે પ્રેમની ગંગા પ્રભુની તો જગમાં
બની ભગીરથ, કરજે અવતરણ એનું હૈયામાં તો તારા
તારી ઇચ્છાઓના તો પૂર્વજો તારા
માંગે છે પ્રેમનું તર્પણ એમાં તો, પાસે તો તારા
તારી ઇચ્છાઓના પૂર્વજો તો
વસે છે હૈયાની ધરતીમાં તારા, માંગે છે પ્રેમનું તર્પણ પાસેથી તારા
કરી પ્રભુપ્રેમની ગંગાનું અવતરણ તારા હૈયામાં
કરજે પ્રેમથી તર્પણ એનું તો તારા હૈયામાં
તર્પણ થાતા ઇચ્છાઓનું, શમી જાશે ઇચ્છાઓ તો તારી
શમી જાતા ઇચ્છાઓ ખોલી જાશે એ મોક્ષનાં દ્વાર તારા
હૈયેથી દૂર રાખવા દુર્ગુણોને વાપરજે સમજદારી તારી
આવીને વસશે ત્યાં પ્રભુ તો તારા હૈયામાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)