Hymn No. 41 | Date: 22-Aug-1984
|
|
Text Size |
 |
 |
વૃંદાવન લાગે મને વ્હાલું, રાસરમણ કાનાને કાજ એની ધૂળ લાગે મને વ્હાલી, ગોપીઓના પગલાંને કાજ અયોધ્યા લાગે મને વ્હાલું, સીતાપતિ રઘુનંદનને કાજ એની ધૂળ લાગે મને વ્હાલી, સતીના પગલાંને કાજ કલકત્તા લાગે મને વ્હાલું, માતા કાળિકાને કાજ એની ધૂળ લાગે મને વ્હાલી, રામકૃષ્ણના પગલાંને કાજ તાંતણિયો ધરો લાગે મને વ્હાલેં, માતા ખોડિયારને કાજ એના નીર લાગે મને વ્હાલાં, એની સ્મૃતિ અપાવે આજ ચોટીલાનો ડુંગર લાગે મને વ્હાલેં, માતા ચામુંડાને કાજ એની ધૂળ લાગે મને વ્હાલી, એની અપાવે યાદ વીરપુર ધામ લાગે મને વ્હાલું, જલારામ બાપાને કાજ એની ધૂળ લાગે મને વ્હાલી, એની અપાવે યાદ ગિરનાર લાગે મને વ્હાલેં, દત્ત ભગવાનને કાજ એની ધૂળ લાગે મને વ્હાલી, વસે જતિ જોગીઓની સાથ ડીસા ગામ લાગે મને વ્હાલું, માતા સિધ્ધાંબિકાને કાજ ત્યાં વસે મારી માતા, બની આશાપુરી સાક્ષાત
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|