હજારો અશ્રુઓમાંથી એક અશ્રુનું બિંદુ એવું હું તો ગોતું છું
જે અશ્રુ પ્રેમથી પરિપૂર્ણ હોય, બન્યું હોય એ પ્રેમનું મધ્ય બિંદુ
હજારો વિચારોમાં એક વિચાર એવો ગોતું, હોય પ્રભુનું એ મોતી બિંદુ
હજારો કિરણોમાંથી એક કિરણ એવું ગોતું, મળે એમાં તેજ તો તારું
હજારો ભાવોમાંથી એક ભાવ એવો ઝંખું, પ્રભુ તારા વિના બધું ભૂલું
હજારો સૂરોમાંથી એક સૂર એવો હું ચાહું, હલાવી દે અસ્તિત્ત્વ મારું
હજારો રાહોમાંથી એક રાહ એવી શોધું, તારા દિલમાં સીધો એમાં પહોંચું
હજારો શ્વાસોમાંથી એક શ્વાસ એવો માંગું, એ શ્વાસને વિશ્વાસનું રૂપ આપું
હજારો પ્રેમના તરંગોમાંથી એક તરંગ એવો માંગું, એ તરંગમાંથી બહાર ના નીકળું
હજારો મસ્તીમાંથી એક મસ્તી એવી ચાહું, પ્રભુ તને ભાન તારું એમાં ભુલાવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)