બગડે સંબંધો જીવનમાં તો જ્યારે, લેજે આશરો તું ખુશામતનો
રાખજે યાદ ત્યારે તું હૈયેથી, ખુદાને પણ ખુશામત તો વ્હાલી છે
પડયો છે ઇન્સાનને ઇન્સાન સાથે નાતો, પડે એમાં તો જો વાંધો
ભૂલી જાજે હૈયેથી તો વેરનો કાંટો, બાંધવા ફરીને જીવનમાં નાતો
સંબંધે સંબંધે બનીશ જો દીવાનો, આવશે કદી એ તૂટવાનો ટાણો
જીદે જીદે બનજે ના તું જિદ્દી, લાવશે વારો તો એ પસ્તાવાનો
સંબંધે સંબંધે ચાલશે જીવન નાવડી, જોજે ઊઠે ના એમાં તોફાનો
શબ્દે શબ્દોમાં કરજે ના તાગડધિન્ના, લાવી ના શકશે એ સુધારો
જાણતાં અજાણતાં બગડે સંબંધો, લેજે ધીરજનો ત્યારે આશરો
સંબંધો તો છે મૂડી જીવનની, સમજીને બાંધો ને કરો એમાં વધારો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)