Hymn No. 7321 | Date: 11-Apr-1998
|
|
Text Size |
 |
 |
સોંપી દીધી પ્રભુને જ્યાં બધી જવાબદારી, રહી પાસે મારી તો કઈ જવાબદારી
Saupi Didhi Prabhune Jya Badhi Jawabdari, Rahi Pase Mari To Kai Jawabdari
શરણાગતિ (Surrender)
સોંપી દીધી પ્રભુને જ્યાં બધી જવાબદારી, રહી પાસે મારી તો કઈ જવાબદારી હતો અંકુશ વિનાનો, ફર્યો નિરંકુશ બની, મળ્યો આનંદ, સોંપી જવાબદારી રહી હતી સતાવી ચાહતો, મુક્ત મને, રહ્યો આગળ વધી, સોંપીને જવાબદારી દિલના તરંગો રહ્યા દૂર દિલથી, અથડાયા જ્યાં પ્રભુના, સોંપી જ્યાં જવાબદારી પડી ના ગોતવી સ્થિરતા જીવનમાં, બન્યા સ્થિર, સોંપી જ્યાં જવાબદારી સ્થિર બનીને નીરખી રહ્યો, જીવનમાં વૃત્તિઓ મારી, સોંપીને જવાબદારી પડયો અચરજમાં સ્થપાઈ કેમ શાંતિ જીવનમાં, પ્રભુને સોંપી જ્યાં જવાબદારી હતાં ભર્યાં ભર્યાં બીજ તોફાનોનાં હૈયામાં, ગયાં હટી જ્યાં સોંપી જવાબદારી અધૂરા શ્વાસોને તો મળ્યું વિશ્વાસનું અખૂટ ઝરણું, જ્યાં સોંપી જવાબદારી કહું કર્મ એને, ગણું ભાગ્ય એને, પાનું ઉદયનું સર્જાઈ ગયું, સોંપી જ્યાં જવાબદારી હરેક કાર્યમાંથી પ્રગટયું તેજ પ્રભુનું, હતું ક્યાં છુપાઈ નાખી ગઈ વિસ્મયતામાં, સોંપી જવાબદારી ગણું પ્રભુ મ્હેર તારી કે પુરુષાર્થની યારી, હતી ના આનંદમાં કમી, સોંપી જ્યાં જવાબદારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|