પડી નથી જગમાં જેને જીવનની, જગમાં ના એને કોઈ જોખમ છે
ડર નથી હૈયામાં જેને કોઈ વાતનો, જગમાં ના એને કોઈ જોખમ છે
પડયો પનારો ઝેર સાથે જેને જીવનમાં, જગમાં ડગલે ને પગલે એને જોખમ છે
રમત રમ્યા દગા સાથે જીવનમાં, જ્યાં જગમાં એને તો જાનનું જોખમ છે
ગજા ઉપરની કરી મહેનત જ્યાં, જગમાં તબિયતનું એમાં જોખમ છે
અજાણ્યા વાતાવરણમાં કર્યો ઝઘડો જ્યાં, મારામારીનું ત્યાં જોખમ છે
ગંદકી ને ગંદકીમાં કર્યો વસવાટ જ્યાં, જગમાં તંદુરસ્તીને એમાં જોખમ છે
રહ્યા કરતા ચોરી જીવનમાં તો જ્યાં, જ્યાં જગમાં પકડાઈ જવાનું એમાં જોખમ છે
સહુને પંપાળ્યો પોષ્યો જીવનમાં જ્યાં, જ્યાં જગમાં પતનનું તો એમાં જોખમ છે
હદ બહાર વિનાના નમ્યા જીવનમાં, જ્યાં જગમાં માનહાનિનું તો એમાં જોખમ છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)